Monday, December 24, 2007

શેર્લિન ચોપડા ફિલ્મની શોધમાં


(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)


શેર્લિન ચોપડાની ફિલ્મ રેડ સ્વાસ્તિકને પ્રદર્શિત થયે ઘણાં મહિના થઈ ગયાં અને હવે તેની પાસે કોઇ પણ ફિલ્મ નથી. આ ખાલી સમયમાં તેણે એક વીડિયો આલ્બમ પુરો કર્યો. અંગ-પ્રદર્શનમાં સારી હદોને પાર કરવા માટે તૈયાર હોવા છતાં પણ શેર્લિનને મનપસંદ ફિલ્મ નથી મળી રહી. આમ તો શેર્લિનની પાસે ફિલ્મ ન કરવાનું ખુબ જ સારૂ કારણ છે. તેના અનુસાર તેણે થોડાક સમયની બ્રેક લીધી છે. તે ચાહે છે કે દર્શક જુની શેર્લિનને ભુલી જાય અને તે નવા સ્વરૂપે આવીને તેમને સરપ્રાઈઝ આપે. શેર્લિનને બ્રેકની શું જરૂરત છે એ સમજની બહાર છે. તે ક્યારેય પણ એટલી બધી વ્યસ્ત રહી નથી કે તેને આ રીતની બ્રેકની જરૂરત હોય. આ દિવસોમાં શેર્લિન ખુબ જ પ્રયત્ન કરી રહી છે કે તે કોઇ મોટા બેનર કે મોટા અભિનેતા સાથે કામ કરવાની જેથી કરીને તેના કેરિયરમાં થોડોક ઉછાળ આવે.

No comments: