
Monday, November 17, 2008
Wednesday, September 10, 2008
Tuesday, September 2, 2008
કેવડાત્રીજનુ વ્રત
સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.Tuesday, June 17, 2008
Monday, May 12, 2008
ભૂતનાથ : સમીક્ષા
ભૂત-પ્રેતની ફિલ્મો માટે જરૂર હોય છે વીરાન જગ્યાએ એક મોટી હવેલીની। 'ભૂતનાથ'માં આ જ પ્રકારની હવેલી છે, જેમાં એક માઁ પોતાના સાત વર્ષના છોકરા સાથે રહે છે। હવેલીમાં એક ભૂત પણ રહે છે॥અહીં સુધી તો 'ભૂતનાથ' સામાન્ય ભૂત-પ્રેત પર બનનારી ફિલ્મોની જેવી છે, પણ જે વાત આ ફિલ્મને બીજી ભૂતની ફિલ્મોથી અલગ પાડે છે એ તે છે કે આ ફિલ્મનુ ભૂત બીવડાવતુ નથી. તેની અંદર એક માણસ જેવી લાગણીઓ છે. તેનુ પણ દિલ છે, જેના દ્વારા તે ખુશી અને દુ:ખનો અનુભવ કરે છે. 'ભૂતનાથ'ની સ્ટોરી કાલ્પનિક, સરળ અને સીધી છે. વધુ ઉતાર ચઢાવ નથી. પણ આ વાર્તાને નિર્દેશક વિવેક શર્માએ પડદાં પર ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે, જેમા એક સાધારણ વાર્તાનુ સ્તર ઉપર ઉઠયુ છે. બંકૂ(અમન સિદ્દીકી)ના કુંટુબમાં પપ્પા(શાહરૂખ ખાન) અને મમ્મી(જૂહી ચાવલા) છે. ગોવામાં તેમણે કંપની તરફથી કૈલાશનાથની હવેલીમાં રહેવાનુ મળે છે. આ હવેલી વિશે એવુ મનાય છે કે આમાં ભૂત રહે છે. કૈલાશનાથ ભૂત બની ગયો છે અને તેને આ ઘરમાં કોઈ રહે એ બિલકુલ પસંદ નથી. તે બંકૂને
બીવડાવવાની કોશિશ કરે છે, પણ બંકૂ પર આની કોઈ અસર નથી થતી. બંકૂ તેને ભૂતનાથના નામથી બોલાવે છે અને બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે. તેઓ સાથે મળીને બહુ મસ્તી કરે છે. ભૂતનાથ ફક્ત બંકૂને જ દેખાય છે. એક દિવસ કૈલાશનાથનો છોકરો અમેરિકાથી આવીને હવેલી વેચવાનો પ્રયત્ન કરે છે. અહીંથી વાર્તામાં વળાંક આવી જાય છે.નિર્દેશકે નાની નાની ઘટનાઓ દ્વારા ઘણા સંદેશ આપ્યા છે। સ્પોર્ટસ-ડેના દિવસે બંકૂ રમતના મેદાનમાં સતત હારતો રહે છે. તે ઈચ્છે છે કે ભૂતનાથ કોઈ ચમત્કાર બતાવે અને પોતે જીતી જાય. કીડીનુ ઉદાહરણ આપી ભૂતનાથ તેને કહે છે કે ચમત્કાર જેવી કોઈ વસ્તુ નથી હોતી, ફક્ત સખત મહેનત દ્વારા જ સફળતા મેળવી શકાય છે. બીજાને માટે જે ખાડો ખોદે તે પોતે જ તેમાં પડે છે અને ક્ષમાના મહત્વને પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે. નવી પેઢી પોતાના કેરિયરને હદથી વધુ મહત્વ આપે છે અને જેને કારણે પોતાના માતા-પિતાને ઉપેક્ષિત કરે છે. આ હકીકતને પણ 'ભૂતનાથ'માં બતાવવામાં આવી છે. જ્યારે કૈલાશનાથના છોકરાનુ કેરિયર માટે પોતાના પિતાની ઈચ્છાના વિરુધ્ધ અમેરિકા જવાનો નિર્ણય લે છે તો કૈલાશનાથ આને પોતાની ભૂલ માને છે જે તેમના ઉછેરમાં કોઈ ભૂલ રહી ગઈ છે. આ દ્રશ્યના દ્વારા બે પેઢીઓનો વિચારમાં અંતરને બતાવવામાં આવ્યુ છે. નિર્દેશક વિવેક શર્માની ફિલ્મ માધ્યમ પર પકડ છે. ફિલ્મ જોઈને એવુ લાગતુ નથી કે આ તેમની પહેલી ફિલ્મ છે. તેમણે ફિલ્મ એ રીતે બનાવી છે કે દર્શકો ફિલ્મમાં ખોવાઈ જાય છે. ફિલ્મમાં પાત્રો ઘણા ઓછા છે પણ તે છતા એકરસતા નથી આવતી. કેટલીક ખામીયો પણ છે. મધ્યાંતર પહેલાવાળો ભાગ ખૂબ જ મનોરંજક છે. પણ પછી ગંભીરતા આવી જાય છે અને આ ભાગમાં બાળકોના બદલે વયસ્કોનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ ભાગમાં પણ થોડા હળવા મનોરંજક દ્રશ્યોનો સમાવેશ કરવો જોઈતો હતો. ફિલ્મનો અંત પણ એવો નથી કે જે બધા દર્શકોને સંતુષ્ટ કરી શકે. ફિલ્મનો છેલ્લો કલાક થોડો લાંબો છે. કેટલાક ગીત અને દ્રશ્ય ઓછા કરી તેને નાના કરી શકાય છે. ફિલ્મનુ સંગીત સરેરાશ જેટલું છે. જાવેદ અખ્તરે અર્થપૂર્ણ ગીત લખ્યા છે, પણ વિશાલ શેખર ધૂન તે સ્તરની ન બનાવી શકયા. 'છોડો ભી જાને દો' ફિલ્મનુ ઉત્તમ ગીત છે.
અમિતાભ બચ્ચને ફિલ્મમાં મુખ્ય ભાગ ભજવ્યો છે, એક વાર ફરી તેમણે બતાવી દીધુ છે કે તેમની અભિનય પ્રતિભાને કોઈ સીમામાં કેદ નથી કરી શકાતી। અમન સિદ્દીકીએ અમિતાભને કડી ટક્કર આપી છે. તેમનો અભિનય આત્મવિશ્વાસથી ભરેલો અને નેચરલ છે. શાહરૂખ ખાનની ભૂમિકા પ્રભાવશાળી તો નથી પણ આખી ફિલ્મમાં તે વચ્ચે વચ્ચે આવતા રહે છે. જૂહી ચાવલાએ ખૂબ જ સરળતાથી પોતાનુ પાત્ર ભજવ્યુ છે. પ્રિંસીપલ બનેલા સતીશ શાહે બાળકોને ખૂબ હસાવ્યા છે. રાજપાલ યાદવને વધુ તક નથી મળી. બધુ મળીને 'ભૂતનાથ' એક સાફ સુથરી અને મનોરંજક ફિલ્મ છે. મોટા લોકો પણ જો બાળક બનીને ફિલ્મ જુએ તો તેમણે ફિલ્મ વધુ ગમશે.
નિર્માતા : બી।આર. ચોપડા-રવિ ચોપડા, નિર્દેશક : વિવેક શર્મા, સંગીત: વિશાલ શેખર, કલાકાર : અમિતાભ બચ્ચન, અમન સિદ્દકી, જૂહી ચાવલા, શાહરૂખ ખાન, સતીશ શાહ, રાજપાલા યાદવ, પ્રિયાંશુ ચટર્જી.
Monday, April 21, 2008
અજયની દરિયાદિલી

Friday, April 11, 2008
Tuesday, April 1, 2008
Monday, March 24, 2008
"રેસ્" સિની સમીક્શા
થ્રિલર ફિલ્મમાં સૌથી પહેલે જરૂર હોય છે જોરદાર વાર્તાની અને ટાઈટ પટકથાની. દર્શકને તેના દરેક સવાલનો જવાબ મળવો જોઈએ, પણ 'રેસ' અહીં થોડી નબળી પડે છે.
વાર્તા બે સાવકા ભાઈઓ રણવીર(સૈફ અલી ખાન)અને રાજીવ(અક્ષય ખન્ના)ની. રણવીર જ્યા પોતાનો વેપાર સાચવે છે ત્યાં બીજી બાજુ કામચોર અને શરાબી છે. દક્ષિણ આફ્રિકામાં આવેલ ડર્બનમાં આ બંનેનો ધોડાનો તબેલો છે.
સોનિયા (બિપાશ બાસુ) એક સુંદર મોડલ છે. રણવીર તેને ચાહવા માંડે છે. રણવીરને જ્યારે ખબર પડે છે કે રાજીવ પણ સોનિયાને પ્રેમ કરે છે અને તેને માટે એ દારૂ છોડવા પણ તૈયાર છે, તે સોનિયાનુ લગ્ન રાજીવ સથે કરાવી દે છે. લગ્ન પછી પણ રાજીવ દારૂ પીવાનુ નથી છોડતો, જેને કારણે સોનિયા અને રણબીર ચિંતામાં રહે છે. અચાનક એક ખૂન થઈ જાય છે. જેની તપાસ રોબર્ટ ડી કોસ્ટા(અનિલ કપૂર) કરે છે. જેમ જેમ તેની તપાસ અગળ વધે છે તેમ તેમ ફિલ્મની નવી વાતો બહાર આવે છે આ જ ફિલ્મનુ સસ્પેંસ છે.ફિલ્મ લાર્જર ધેન લાઈફ છે પણ આ નામની કાંઈક વિશેષ છૂટ લેવામાં આવી છે. જેને કારણે કેટલીક ઘટનાઓ હાસ્યાસ્પદ લગે છે. ફિલ્મની પટકથામં આમ તો ધણી ખામીઓ છે -અક્ષય ખન્ના અને કેટરીનાનુ લગ્નને માટે મેરિજ ક્રોર્ટમાં જવુ તે હાસ્યાસ્પદ લાગે છે.
સેફના વિરુધ્ધ સાજિશ કરવા જતા, અક્ષય,કૈટરીનાની સાથે ત્યાં જાય છે અને સેફ બનીને કેટરીના સાથે લગ્ન કરે છે. તેને એ ખબર હોવી જોઈએ કે તે જ્યારે તે સેફની હત્યા કરશે તો પોલીસ સૌથી પહેલા એ જ ઓફિસમાં આવશે અને પૂછતાછ કરશે. આટલુ મોટુ ષડયંત્ર રચનાર આટલી મોટી મૂર્ખતા કેવી રીતે કરી શકે છે.
ફિલ્મના ક્લાયમેક્સમા કાર રેસ બતાવવાવાને બહાને અક્ષય અને સેફ
ની વચ્ચે જીવન અને મૃત્યુની રેસનુ દ્રશ્ય મુકવામાં આવ્યુ છે, પણ આ રેસના કોઈ નિયમ નથી. આ ક્યા અને કેવી રીતે પૂરી થશે તેના વિશે કશુ જ કહી શકાતુ નથી. બસ બંને કાર ચલાવવાનુ શરૂ કરી દે છે.ફિલ્મનુ દરેક પાત્ર મહત્વાકાંક્ષી અને ગ્રે શેડ માટે બનેલા છે. સરળતાથી પૈસા કમાવવા માટે આંધળી દોડ દોડતા રહે છે. બધા એકબીજાને ડબલ ક્રોસ કરે છે, જેને કારણે કોઈપણ પાત્ર પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
શિરાજ અહેમદે પોતે લખેલી વાર્તા અને પટકથામાં દર્શકોને દરેક પંદર મિનિટે ચોકાવ્યા છે. તેઓ એ વાતમાં પણ સફળ રહ્યા કે દર્શકો આ વાતનો અંદાજ નહી લગાવી શકે કે ફિલ્મની આગલી ક્ષણે શુ થવાનુ છે,પણ વાર્તાને આગળ સારી રીતે સંભાળી ન શક્યા.
નિર્દેશક અબ્બાસ મસ્તાને ફિલ્મને સ્ટાઈલિશ બનાવી છે. દરેક વખતની જેમ આ વખતે પણ તેમણે પોતાન કલાકરોને શ્રેષ્ઠ રીતે પડદા પર રજૂ કર્યા છે, પણ તેમણે પટકથાની ઉણપો પ્રત્યે પણ થોડુ ધ્યાન આપવુ જોઈતુ હ્તુ.
સેફ અલીએ સારી રીતે પોતાનુ કામ કર્યુ છે. અક્ષય ખન્નાનુ પાત્ર ધણા રંગોથી ખરડાયેલુ છે અને તેમણે સાબિત કર્યુ છે કે તેઓ એક સારા અભિનેતા છે. અનિલ કપૂરનુ ચરિત્ર હાસ્યાસ્પદ છે. તેમના દ્વારા બોલાયેલા સંવાદો દ્વિઅર્થી છે. ત્રણે નાયિકાઓને ઓછા કપડામાં રજૂ કરી છે. બિપાશા અને કૈટરીના સુંદર લાગે છે અને તેમણે ફિલ્મનુ ગ્લેમર વધાર્યુ છે. સમીરાનુ પાત્ર નિરર્થક છે.
ફિલ્મનુ તકનીકી પક્ષ ખૂબ જ મજબૂત છે. રાજીવ યાદવની સિનેમાટોગ્રાફે
આંતરાષ્ટ્રીય સ્તરની છે. કાર રેસ દ્રશ્ય તેમણે શાનદાર રીતે બતાવ્યુ છે. સલીમ સુલેમાનનુ બેકગ્રાઉંડ સંગીત અને હુસૈના બર્ગાવાલાનુ સંપાદન શ્રેષ્ઠ છે.પ્રીતમનુ સંગીત ફિલ્મનુ નામના મુજબ ઝડપી ગતિથી ભાગે છે. 'અલ્લાહ દુહાઈ હૈ', 'પહેલી નજર મે' અને 'ટચ મી' ગીતો આજના સમય મુજબના છે. આમનુ ફિલ્માંકન ભવ્ય રીતે કર્યુ છે.
બધુ મળીને 'રેસ' મનોરંજન તો કરે છે,પણ તે આશાઓ પર ખરી નથી ઉતરતી જેને લઈને દર્શકો સિનેમાહોલમાં જાય છે.
નિર્દેશક - અબ્બાસ-મસ્તાન
ગીતકાર - સમીર સંગીત - પ્રીતમ
કલાકાર - સૈફ અલી ખાન, બિપાશા બાસુ, કેટરીના કેફ, અક્ષય ખન્ના, સમીરા રેડ્ડી, અનિલ કપૂર






























