(સ્ત્રોત - વેબદુનિયા)
કેટરીના કૈફને ડિઝાઈનર ડ્રેસ પહેરવાનો ઘણો શોખ છે અને આ શોખ માટે જ તે અવારનવાર મોટા મોલ્સમાં સ્થિત બ્રાંડેડ ડ્રેસેસ સ્ટોર્સમાં ખરીદી કરવા માટે પહોંચી જાય છે. તાજેતરમાં જ તેની નજર ગુચીના સ્ટોર પર એક ડ્રેસ પર પડી જ્યારે તેમણે સ્ટોરના મેનેજર સાથે વાતચીત કરી તો તેણે આ ડ્રેસની કિમત અઢી લાખ ગણાવી. ત્યારે તો કૈટરીનાએ ના પાડી પરંતુ ઘરે પહોંચતા ફરી ડ્રેસ ખરીદવાનું મન થતા તેને સ્ટોર મેનેજરનો સંપર્ક કર્યો પરંતુ દુભાર્ગ્યવશ ત્યાં સુધીમાં આ ડ્રેસ વેચાંઈ ગયો હતો. આ સાંભળીને કેટરીના ઘણી નિરાશ થઈ. બે દિવસ બાદ કેટરીનાના ઘરે એક કર્મચારી આવ્યો અ
ને તેણે અઢી લાખની કિમતનો ડ્રેસ કેટરીનાને ભેટ સ્વરૂપે આપી દીધો. તેણે રૂપિયા લેવાની પણ ના પાડી દીધી. હકીકતમાં જ્યારે સ્ટોર મેનેજરને જાણ થઈ કે, કૈટરીના ડ્રેસ ખરીદવા ઈચ્છે તો ત્યારે ડ્રેસ વેચાઈ ચૂક્યો છે તો તેમણે કેટરીના વિષે ઈટાલી સ્થિત ગુચીના મુખ્યાલયને ઈ-મેલ કર્યો. મુખ્યાલયે આદેશ આપ્યો કે, કેટરીના માટે ડ્રેસ ભેટ સ્વરૂપે મોકલવામાં આવે. અઢી લાખનો ડ્રેસ મેળવીને કેટરીના ખુશ થાય તેમાં કોઈ શંકા નથી.

No comments:
Post a Comment