Saturday, March 7, 2009

અમ્ડર દી સી 3 ડી વાલ્પેપર્સ

This new IMAX adventure transports moviegoers to some of the most exotic and isolated undersea locations on Earth, including Southern Australia, New Guinea and others in the Indo-Pacific region, allowing them to experience face-to-face encounters with some of the most mysterious and stunning creatures of the sea. It offers a uniquely inspirational and entertaining way to explore the beauty and natural wonder of the oceans, as well as the impact of global climate change. In IMAX 3D, the images will literally leap off the screen and float around the theatre, putting the audience in the movie.


Thursday, February 5, 2009

એક જ ગીતમાં પ્રિયંકાના 12 પાત્ર

એ વાત બધા જાણે છે કે આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'વ્હોટ ઈઝ યોર રાશિ?' માં પ્રિયંકા ચોપડા 12 પાત્ર ભજવી રહી છે. દરેક પાત્ર એક રાશિનુ પ્રતિનિધિત્વ કરી રહ્યુ છે. એક જ ફિલ્મમાં આટલા બધા ચરિત્ર કદાચ જ કોઈએ પહેલા ભજવી હોય. આ પહેલા સંજીવ કુમારે 'નયા દિન નઈ રાત'માં 9 પાત્રો ભજવ્યા હતા.
અનોખો રેકોર્ડ
થોડા દિવસો પહેલા રાશિના સેટ પર એક અનોખો રેકોર્ડ બન્યો. એક જ ગીતમાં પ્રિયંકા દ્વારા ભજવેલા 12 પાત્ર એક સાથે બતાવવામાં આવ્યા. આ ગીતની કોરિયોગ્રાફી રાજૂ ખાને કરી. પ્રિયંકાએ જો કે આ વિશે વધુ બતાવવાની ના પાડી છે, પરંતુ એક કલાકારના રૂપમાં તેમણે પોતાની જાતને ઢાળવી પડી. પ્રિયંકાને શોટની વચ્ચે બ્રેક લેવાની પણ મંજૂરી નહોતી મળી. રાજૂ ખાન 22 કલાક સુધી સતત પ્રિયંકાની સાથે શૂટિંગ કરતા રહ્યા. આવુ એ માટે કરવામાં આવ્યુ જેથી કંટીન્યૂટી બની રહે. 12 જુદા લુક અને મેકઅપ, દરેક પાત્રના જુદા-જુદા હાવ-ભાવ એક જ ગીતમાં કરવા એ પ્રિયંકા માટે ખૂબ જ મુશ્કેલ અનુભવ રહ્યો હશે.
...તો પ્રિયંકાની જગ્યાએ કરીના હોત
આ ગીત કરીના કપૂર પર ફિલ્માવ્યુ હોત જો એ ફિલ્મ માટે હા પાડી દેતી તો. કરીનાએ સ્વીકાર્યુ કે 'વ્હોટ ઈઝ યોર રાશિ?' ફિલ્મની ઓફર તેમને મળી હતી. આ વાત બિલકુલ સાચી છે કે આ ફિલ્મ મને આને શાહિદને ઓફર થઈ હતી. શાહિદ સાથે વધુ એક ફિલ્મ કરીને મને ઘણી ખુશી થતી, પરંતુ મારી ડેટ્સ કરણ જોહરની ફિલ્મ સાથે મળતી આવતી હતી. તેથી હુ ફિલ્મ ન કરી શકી.
કરીનાએ આ વાતનુ પણ સ્પષ્ટીકરણ કર્યુ કે શાહિદથી જુદા થવાને કારણે મેં આ ફિલ્મ નથી છોડી. અમે પ્રોફેશનલ્સ છીએ. જેમ સેફની સાથે કામ કરુ છુ તેમ જ શાહિદ સાથે કામ કરતી.
શુ સાચુ શુ ખોટુ ?
વ્હાટ ઈઝ યોર રાશિ ? કરીના અને શાહિદને તેમના જુદા થવાના કેટલાક દિવસો પછી જ ઓફર થઈ હતી. હવે આ ફિલ્મમાં કામ કરી રહેલ એક બીજુ કપલના જુદા થવાના સમાચાર પણ મળી રહ્યા છે. સેટ પર હાજર લોકોના મુજબ શૂટિંગ દરમિયાન પ્રિયંકા અને હરમન એસ. બાવેજાનો વ્યવ્હાર જોઈ કહુવ મુશ્કેલ છે કે તેઓ છુટા થઈ ગયા છે.
એક સૂત્રના કહેવા મુજબ - 'સેટ પર તેઓ હંમેશા હસતા રહે છે અને શૂટિંગ પછી પણ સાથે રહે છે. પ્રિયંકા પર જ્યારે 12 પાત્રોનુ ગીત ફિલ્માવવામાં આવી રહ્યુ હતુ તો હરમન તેમની મદદ માટે સેટ પર હાજર હતા'.

Tuesday, September 2, 2008

કેવડાત્રીજનુ વ્રત

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.
દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ધાયુ બને. મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવુ માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય. ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મુકે છે. આ પ્રસંગે ગવાતા ગીતો મધુર, ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે. આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે. આ વ્રતનુ વર્ણન શિવ-પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય-
પુરાણના ઉત્તરભાગમાં મળે છે. કેવડાત્રીજ વ્રતની વિધિ- ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલા સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શીવની કેવડાથી પુજા કરવી. ઘરને સુંદર રીતે શણગારવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. વારંવાર કેવડો સુંઘી શીવનું સ્મરણ કરવું. શીવ પાર્વતીની પુજા કરવી અને વાર્તા સાંભળવી.
કેવડાત્રીજની વાર્તા-
એક વખતે ભગવાન શીવ અને પાર્વતી વાતો કરી રહ્યાં હતાં. ત્યારે વાત વાતમાં પાર્વતીએ પુછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યાં પછી જ્યારે મે ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મે કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે? ત્યારે ભોલાનાથે કહ્યું- હે દેવી! તો સાંભળો... બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારૂ રટણ કરતાં હતાં. એક વખતે નારદમુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખુબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખુબ જ ખુશ થયાં હતાં. પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણું ભગવાન સાથે કરવા કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખુબ જ ગુસ્સે થયાં હતાં.તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરવાનો વિચાર કરી રહ્યાં હતાં ત્યારે તમે મનોમન ખુબ જ મુંઝાયા અને તે મુંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યાં ગયાં હતાં. વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યાં હતાં. તમારૂ રોમે રોમ મારૂ રટણ કરતું હોવાથી તમે બેધ્યાનપણે મારૂ શીવલીંગ બનાવી દીધું હતું અને ત્યાર બાદ તમે વનમાંથી કેવડો અને બીજા વનફૂલો તેમજ અન્ય વનસ્પતિ લાવીને મને ખુબ જ ભાવ પૂર્વક ચડાવ્યાં હતાં. તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી. વળી તે દિવસે તમે આખો દિવસ કાંઇ પણ ખાધા પીધા વિના નકોરડો ઉપવાસ કર્યો હતો. પાણી પણ પીધું નહોતુ. આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમે ખુબ જ ભાવમાં આવીને મને તે દિવસે કેવડો ચડાવ્યો હતો. તેથી હુ તમારા પર પ્રસન્ન થયો હતો અને તમને વરદાન માંગવા કહ્યું હતું. ત્યારે તમે કહ્યું હતું કે-
હે ભોળાનાથ! જો મે ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારૂ જ રટણ કરતી હોય તો તમે જ મારા પતિ બનો. અને મે તમને તથાસ્તું કહી દિધું હતું.તમે આખી રાત જાગવાને કારણે અને ભુખને કારણે ખુબ જ થાક્યા હોવાથી સુઈ ગયાં હતાં. જ્યારે તમારા પિતા તમને શોધતાં શોધાતાં તમારી પાસે આવ્યાં ત્યારે તમને જંગલમાં સુતા જોઈને તેઓ ખુશ થયાં હતાં. અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દિધું હતું કે તમે શુધ્ધ મનથી મને વરી ચુક્યાં છો. હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પુજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયાં હતાં અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યાં હતાં. હે દેવી આમ તો મારી પુજા બિલિપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઇ ભુખ્યાં પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે મારી પુજા કરશે તેના બધા જ મનોરથ પુર્ણ થશે.