Saturday, December 22, 2007

મલ્લિકાના સાઈડ ઈફેક્ટસ

(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)

પ્રીતિશ નંદી કમ્યૂનિકેશનની ફિલ્મ 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ'એ મલ્લિકાના કેરિયરને એક નવી દિશા આપી હતી. આ ફિલ્મ પછી એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે મલ્લિકા અંગ પ્રદર્શનની સાથે સાથે અભિનય પણ કરી શકે છે. આ બેનરની બીજી ફિલ્મ "અગલી એંડ પગલી' ને માટે મલ્લિકા ને સાઈન કરવામાં આવી મલ્લિકાએ ફિલ્મ સાઈન કરતી વખતે ફિલ્મના બહુ વખાણ કર્યા. મલ્લિકા જલ્દી આ ફિલ્મ શરૂ કરવા માગતી હતી, આથી તેણે તારીખો આ ફિલ્મને નામે કરી દીધી. પણ હવે બીજી વાર્તા સાંભળવ મળી રહી છે. કેટલાક દિવસોની શૂંટિગના પછી મલ્લિકાએ આ ફિલ્મને લટકાવવાનું શરૂ કરી દીધુ. ફિલ્મ નિર્માણમાં તે હવે બિલકુલ સહયોગ નથી કરતી. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યુ છે કે તે ફિલ્મ અને ફિલ્મમાં પોતાની ભૂમિકાથી હવે સંતુષ્ટ નથી. મલ્લિકાનું માનવુ છે કે જે રોલ અને સ્ટોરી તેણે સાઈન કરતી વેળાએ સંભળાવવામાં આવી હતી, તેનાથી બિલકુલ અલગ ફિલ્મ બની રહી છે. તેથી મલ્લિકાએ અસહયોગ આંદોલન અપનાવી લીધુ છે. કોઈએ વેચાર્યુ પણ નહિ હોય કે પ્રીતિશ નંદી ફિલ્મસ અને મલ્લિકાના સંબંધોમાં આ રીતે દરાર આવી જશે.

No comments: