Thursday, December 27, 2007

"રામા-રામા ક્યા" સિનિમા રિવ્યૂ

(ક‌ર્ટૅસી:વૅબ્ દુનિયા)
આ સમયે હાસ્ય ફિલ્મોને પસંદ કરવામાં આવી રહી છે. આ વાતને ધ્યાનમાં રાખતા નિર્માતાદ્વય રંજન પ્રકાશ અને સુરેન્દ્ર ભાટિયાએ હાસ્ય ફિલ્મ 'રામા-રામા ક્યા હૈ ડ્રામા' નું નિર્માણ કર્યુ છે આ બંને આ પહેલા સફળ ફિલ્મ 'ટોમ ડિક એન્દ હૈરી' નુ નિર્માણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં ત્રણ લગ્નેત્તર જોડાની વાર્તા સ્ટોરી રજૂ કરવામાં આવે છે. બેંકમં કામ કરનારો સંતોષ (રાજપાલ યાદવ) એક એવી છોકરી જોડે લગ્ન કરવા માગે છે, જે દિવસ-રાત પતિની સેવા કરે. પતિની દરેક આજ્ઞાને આંખ બંધ કરીને પાલન કરે. તેમના ચરણોમાં દાસી બનીને રહે. આવી છોકરી શોધવામાં સંતોષની મદદ તેના પડોસી મિસ્ટર ખુરાના (અનુપમ ખેર) અને મિસેસ ખુરાના ( રતિ અગ્નિહોત્રી) કરે છે. તે એક એવી છોકરી શાંતિ (નેહા ધૂપિયા) શોધી કાઢે છે. મિસ્ટર અને મિસેસ ખુરાનાની સલાહને માનીને સંતોષ શાંતિની સાથે લગ્ન કરી લે છે. લગ્ન પછી સંતોષને જાણ થાય છે કે શાંતિ એવી છોકરી નથે જેવી તેણે વિચારી હતી. તેના સપના તૂટી જાય છે. તે કારણે સંતોષ અને શાંતિની જીંદગીમાં અસંતોષ અને અશાંતિની બોલબાલા રહે છે. જે બેંકમાં સંતોષ કામ કરે છે તે બેંકમાં પ્રેમ (આશીષ ચૌધરી) મેનેજર હોય છે. પ્રેમની પત્ની ખુશી (અમૃતા અરોરા) પોતાના પતિને મુઠ્ઠીમાં રાખવા માગે છે જે પ્રેમને પસંદ નથે. તેથી તેના લગ્ન જીવનમાં ખટપટ ચાલતી રહે છે. માણસને દરેક બીજો માણસ વધુ સુખી લાગે છે. આ જ હાલત સંતોષનો પણ રહે છે. તે બીજી સ્ત્રીઓના વિશે કલ્પના કરવા માંડે છે કે તેની પત્ની આવી હોત તો તેની જીંદગી કેટલી આનંદદાયી હોત. છેવટે કેવી રીતે તેની પત્ની તેને ગમવા માંડે છે, આ ફિલ્મમાં મનોરંજક રીતે બતાવવામાં આવ્યુ છે.
નિર્માતા -રંજન પ્રકાશ - સુરેન્દ્ર ભાટિયા નિર્દેશક - એસ. ચંદ્રકાંતસંગીત - સિધ્ધાર્થ સુહાસકલાકાર - નેહા ધૂપિયા, રાજપાલ યાદવ, અમૃતા અરોરા, આશીષ ચૌધરી અનુપમ ખેર, રતિ અગ્નિહોત્રી.

Monday, December 24, 2007

શેર્લિન ચોપડા ફિલ્મની શોધમાં


(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)


શેર્લિન ચોપડાની ફિલ્મ રેડ સ્વાસ્તિકને પ્રદર્શિત થયે ઘણાં મહિના થઈ ગયાં અને હવે તેની પાસે કોઇ પણ ફિલ્મ નથી. આ ખાલી સમયમાં તેણે એક વીડિયો આલ્બમ પુરો કર્યો. અંગ-પ્રદર્શનમાં સારી હદોને પાર કરવા માટે તૈયાર હોવા છતાં પણ શેર્લિનને મનપસંદ ફિલ્મ નથી મળી રહી. આમ તો શેર્લિનની પાસે ફિલ્મ ન કરવાનું ખુબ જ સારૂ કારણ છે. તેના અનુસાર તેણે થોડાક સમયની બ્રેક લીધી છે. તે ચાહે છે કે દર્શક જુની શેર્લિનને ભુલી જાય અને તે નવા સ્વરૂપે આવીને તેમને સરપ્રાઈઝ આપે. શેર્લિનને બ્રેકની શું જરૂરત છે એ સમજની બહાર છે. તે ક્યારેય પણ એટલી બધી વ્યસ્ત રહી નથી કે તેને આ રીતની બ્રેકની જરૂરત હોય. આ દિવસોમાં શેર્લિન ખુબ જ પ્રયત્ન કરી રહી છે કે તે કોઇ મોટા બેનર કે મોટા અભિનેતા સાથે કામ કરવાની જેથી કરીને તેના કેરિયરમાં થોડોક ઉછાળ આવે.

Saturday, December 22, 2007

મલ્લિકાના સાઈડ ઈફેક્ટસ

(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)

પ્રીતિશ નંદી કમ્યૂનિકેશનની ફિલ્મ 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ'એ મલ્લિકાના કેરિયરને એક નવી દિશા આપી હતી. આ ફિલ્મ પછી એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે મલ્લિકા અંગ પ્રદર્શનની સાથે સાથે અભિનય પણ કરી શકે છે. આ બેનરની બીજી ફિલ્મ "અગલી એંડ પગલી' ને માટે મલ્લિકા ને સાઈન કરવામાં આવી મલ્લિકાએ ફિલ્મ સાઈન કરતી વખતે ફિલ્મના બહુ વખાણ કર્યા. મલ્લિકા જલ્દી આ ફિલ્મ શરૂ કરવા માગતી હતી, આથી તેણે તારીખો આ ફિલ્મને નામે કરી દીધી. પણ હવે બીજી વાર્તા સાંભળવ મળી રહી છે. કેટલાક દિવસોની શૂંટિગના પછી મલ્લિકાએ આ ફિલ્મને લટકાવવાનું શરૂ કરી દીધુ. ફિલ્મ નિર્માણમાં તે હવે બિલકુલ સહયોગ નથી કરતી. તેનું કારણ એ બતાવવામાં આવી રહ્યુ છે કે તે ફિલ્મ અને ફિલ્મમાં પોતાની ભૂમિકાથી હવે સંતુષ્ટ નથી. મલ્લિકાનું માનવુ છે કે જે રોલ અને સ્ટોરી તેણે સાઈન કરતી વેળાએ સંભળાવવામાં આવી હતી, તેનાથી બિલકુલ અલગ ફિલ્મ બની રહી છે. તેથી મલ્લિકાએ અસહયોગ આંદોલન અપનાવી લીધુ છે. કોઈએ વેચાર્યુ પણ નહિ હોય કે પ્રીતિશ નંદી ફિલ્મસ અને મલ્લિકાના સંબંધોમાં આ રીતે દરાર આવી જશે.

Thursday, December 20, 2007

16 વર્ષમાંજ બ્રિટનીની બહેન ગર્ભવતી


(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)
લોસએંજલસ(એજંસી) બ્રિટની સ્પિયર્સની બહેન પણ સમાચાર રહેવા માંગતી હોય તેમ તે પણ હવે ફકત 16 વર્ષની ઉંમરમાં જ ગર્ભવતી બની ગઇ છે. જમી સ્પીયર્સ નીકેલડેઓનના પ્રખ્યાત ટીવી શો ઝોય 101માં એક સ્કૂલગર્લનું પાત્ર ભજવી રહી છે. અને જમી હાલ ગર્ભવતી હોવાનુ બહાર આવ્યું છે. જમીના બાળકનો પિતા કેસી અલ્ડ્રીજ હોવાનું જણાવાયું છે જેની સાથે જમી છેલ્લા કેટલાય સમયથી ડેટિંગ કરી રહી હતી. બ્રીટીશ પોપ ગાયિકા બ્રિટની સ્પીયર્સ જેટલી ચર્ચાઓ અને વિવાદમાં સપડાયા કરે છે તેવું હવે તેની 16 વર્ષની બહેન જમી લેયન સ્પીયર્સ અંગે પણ જોવા મળી રહ્યું છે. ઘી કેબલ ચેનલે પોતાના સેલેબ્રીટી ગોસીપ મેગેઝીન ઓકેની ચોથી આવૃત્તિમાં જમી લેયન સ્પીયર્સ ગર્ભવતી હોવાના સમાચારની પુષ્ટિ આપી છે. નીકેલડેઓને આ બાબતે વધુમાં જણાવતાં કહ્યું કે અમે સૌ જમીના આ નિર્ણયની કદર કરીએ છીએ. અમે જાણીએ છીએ કે તેના અને તેના પરિવાર માટે આ ખૂબ કપરો સમય છે. જમી હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે અને લ્યુસીઆનામાં રહે છે. જમી બિચાર હાલ સલાહ લે તો પણ કોની લે. તેની મોટી બહેન પણ તેના કોઈ કામની નથી કારણ કે બ્રીટની સ્પીયર્સની જીંદગી તો ખુલ્લા પુસ્તક જેવી છે. હાલમાં જ 26 વર્ષીય બ્રીટનીએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ બે બાળકોની કસ્ટડી પણ ગુમાવી દીધી છે.

Wednesday, December 19, 2007

અમિતાભ બચ્ચન




(કર્ટૅસી:વૅબ્ દુનિયા)
ફિલ્મોમાં પ્રવેશ - 1969
ફિલ્મ એવોર્ડ - સર્વ શ્રેષ્ઠ અભિનેતા તરીકે ફિલ્મફેયર એવોર્ડ
સપોર્ટિંગ રોલ માટે 'આનંદ' માં (1973)
'નમક હરામ'(1973)
અમર-અકબર-એંથોની (1977)
ડોન (1978)
લાઈફ ટાઈમ એચીવમેંટ (1990)
હમ (1991)
મોહબ્બતે(2000)
આઈફા એવોર્ડ (2001)
અક્સ(2001) બ્લેક (2005)
ઝી સિને એવોર્ડ (2005)
સ્ક્રિન એવોર્ડ બેસ્ટ એક્ટર માટે (2006)
બ્લેક આઈફા એવોર્ડ (2006) બ્લેક

સુપરહિટ ફિલ્મો - આનંદ, જંજીર, દીવાર, કભી-કભી, અમર-અકબર-એંથોનીખૂન પસીના, મુકદ્દર કા સિકંદર, મિ. નટવરલાલ, સુહાગદોસ્તાના, લાવારિસ, શાન, દેશપ્રેમી, નમક હલાલ, સત્તે પે સત્તાસિલસિલા, યારાના, કુલી, મર્દ, શરાબી, શહંશાહ, હમ,ખુદા ગવાહ, બડે મિયાઁ છોટે મિયાઁ, કોહરામ, કભી ખુશી કભી ગમ, બ્લેકબાગવાન.
ઉલ્લેખનીય ફિલ્મ- અભિમાન, ડોન, શોલે, સૌદાગર, નમક હરામ, બ્લેક

તેમની કેટલીક યાદગાર ફિલ્મો
એ વતન તેરે લિએ (1999 )ડિમ્પલ
ઘાત (1999)મનોજ વાજપેયી , રવીના ટંડન
હિન્દુસ્તાન કી કસમ(1999)અજય દેવગન, સુષ્મિતા સેન
કોહરામ (1999)નાના પાટેકર
મોહબ્બતે (1999) શાહરુખ ખાન, એશ
રિશ્તા (1999)આમિર, માધુરી
સૂર્યવંશમ (1999)સૌન્દર્યા
તુમ્હારે લિયે (1999)ગોવિન્દા, રાની મુખરજી
લાલ બાદશાહ (1999) મનીષા, શિલ્પા
બડે મિયા છોટે મિયા(1998) ગોવિન્દા, રવિના
ખુદા ગવાહ (1992) શ્રીદેવી
અજૂબા (1991) ઋષિ કપૂર , ડિમ્પલ
હમ (1991) કિમી કાટકર
અકેલા (1991) જેકી, અમૃતા સિંહ
આજ કા અર્જુન (1991) જયા પ્રદા
ક્રોધ (1990) સન્ની દેઓલ
જાદૂગર (1989) જયા પ્રદા
મૈ આજાદ હુ (1989) શબાના આઝમી
શહેનશાહ (1988) મિનાક્ષી શેષાદ્રી
સૂરમા ભોપાલી (1988) રેખા
આખિરી રાસ્તા (1986) શ્રી દેવી
જલવા (1986) નસુરીદ્દેન શાહ
અમીર આદમી ગરીબ આદમી (1985) જીન્નત અમાન
ખુદ્દાર (1982) સંજીવ કુમાર
દેશ પ્રેમી (1982) હેમા, શર્મિલા
નમક હલાલ (1982) શશિ કપૂર, સ્મિતા
સત્તે પે સત્તા (1982) હેમા માલિનિ
શક્તિ (1982) સ્મિતા પાટિલ
સિલ સિલા (1982) રેખા, જ્યા ભાદુડી
યારાના (1982) નીતુ સિંહ
કાલિયા (1981) પરવીન બાબી
નાસ્તિક (1981) હેમા
રામ - બલરામ (1980) જીંન્નત અમાન
ધ ગ્રેટ ગેમ્બલર (1980) જીંન્નત અમાન
અદાલત (1980) રાખી
બરસાત કી એક રાત(1980) રાખી
દો ઔર દો પાઁચ (1980) શશિ કપૂર , પરવીન બાબી
શાન (1980) સુનિલ દત્ત
દોસ્તાના (1980) જીન્નત અમાન
જુર્માના (1979) રાખી
કાલા પત્થર (1979) રાખી
મિ. નટવરલાલ (1979) રેખા
સુહાગ (1979) રેખા
ગંગા કી સોગંધ(1978) રેખા
ડોન (1978) જીન્ત અમાન
કસ્મે વાદે (1978) રાખી
મુકંદર કા સિકંદર (1978) વિનોદ, રેખા
ત્રિશુલ 1978) રાખી
અમર અકબર એંથોની (1977)પરવીન બોબી
ખૂન પસીના (1977) રેખા

Tuesday, December 18, 2007

'કૃષ 2' માં રિતિકની સાથે દીપિકા




(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)
તેમા કોઈ શંકા નથી કે આવનારો સમય દીપિકા પાદુકોણનો જ રહેશે. એક જ ફિલ્મ કર્યા પછી બધા નાયક, નિર્દેશક અને મોટા બેનર્સ દીપિકાને સાઈન કરવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. જો બધુ ઠીક રહયુ તો દીપિકા રાકેશ રોશનની ફિલ્મ 'કૃષ-2'માં જોવા મળશે. રાકેશ અને દીપિકાની વચ્ચે વાતચીત ચાલી રહી છે અને આશા રાખવામાં આવે છે કે દર્શકોને રિતિક અને દીપિકાની ફ્રેશ જોડી જોવા મળશે. રાકેશ રોશન આ સમયે ફિલમ્ને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે. દીપિકા આ હાલ યશરાજ ફિલમ્સને ફિલ્મમાં રણબીર કપૂરની સાથે કામ કરી રહી છે. સૈફ અલી ખાન પણ એક ફિલ્મ માટે દીપિકાને સાઈન કરવાની કોશિશ કરી રહ્યા છે.

Monday, December 17, 2007

કેટરીનાને અઢી લાખના ડ્રેસની ભેટ


(સ્ત્રોત - વેબદુનિયા)
કેટરીના કૈફને ડિઝાઈનર ડ્રેસ પહેરવાનો ઘણો શોખ છે અને આ શોખ માટે જ તે અવારનવાર મોટા મોલ્સમાં સ્થિત બ્રાંડેડ ડ્રેસેસ સ્ટોર્સમાં ખરીદી કરવા માટે પહોંચી જાય છે. તાજેતરમાં જ તેની નજર ગુચીના સ્ટોર પર એક ડ્રેસ પર પડી જ્યારે તેમણે સ્ટોરના મેનેજર સાથે વાતચીત કરી તો તેણે આ ડ્રેસની કિમત અઢી લાખ ગણાવી. ત્યારે તો કૈટરીનાએ ના પાડી પરંતુ ઘરે પહોંચતા ફરી ડ્રેસ ખરીદવાનું મન થતા તેને સ્ટોર મેનેજરનો સંપર્ક કર્યો પરંતુ દુભાર્ગ્યવશ ત્યાં સુધીમાં આ ડ્રેસ વેચાંઈ ગયો હતો. આ સાંભળીને કેટરીના ઘણી નિરાશ થઈ. બે દિવસ બાદ કેટરીનાના ઘરે એક કર્મચારી આવ્યો અને તેણે અઢી લાખની કિમતનો ડ્રેસ કેટરીનાને ભેટ સ્વરૂપે આપી દીધો. તેણે રૂપિયા લેવાની પણ ના પાડી દીધી. હકીકતમાં જ્યારે સ્ટોર મેનેજરને જાણ થઈ કે, કૈટરીના ડ્રેસ ખરીદવા ઈચ્છે તો ત્યારે ડ્રેસ વેચાઈ ચૂક્યો છે તો તેમણે કેટરીના વિષે ઈટાલી સ્થિત ગુચીના મુખ્યાલયને ઈ-મેલ કર્યો. મુખ્યાલયે આદેશ આપ્યો કે, કેટરીના માટે ડ્રેસ ભેટ સ્વરૂપે મોકલવામાં આવે. અઢી લાખનો ડ્રેસ મેળવીને કેટરીના ખુશ થાય તેમાં કોઈ શંકા નથી.

Saturday, December 15, 2007

મૈં ઔર મેરી હિમંત'ના નાયક બનશે શોએબ



(ક‌ર્ટૅસી:વૅબ્દુનિયા)


છેલ્લી એક મુલાકાતમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યુ હતુ કે તેમણે બોલીવુડની એક ફિલ્મની ઓફર મળી છે, પણ તેથી વધુ જાણકારી આપવાની તેમણે ના પાડી દીધી હતી. હવે આ રહસ્ય ખુલી ગયુ છે. શોએબ રોમાંસ અને કોમેડીથી ભરેલી ફિલ્મ ' હું અને મારી હિમંત' મા અભિનેતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. આ ફિલ્મમાં શોએબની નાયિકા બનશે હંસિકા મોટવાની, જેમણે દર્શકોએ 'આપકા સુરૂર' માં જોઈ છે. ફિલ્મની નિર્માતા નિશા છે અને તેનું નિર્દેશનજ સંધમિત્રા ચૌધરી કરશે. ફિલ્મનું શૂંટિગ જાન્યુઆરીમાં શરૂ થશે. ફિલ્મ નિર્માત્રીનું કહેવુ છે કે શોએબ પોતાની ભૂમિકામાં બિલકુલ ફીટ બેસસે, અને આ રોલ તેમની છબિથી એકદમ વિપરીત છે શોએબે 'મૈ ઔર મેરી હિમંત' ફિલ્મની આખી પટકથા સાંભળી અને પોતાનો રોલ સમજ્યાં પછી જ તેમણે ફિલ્મ માટે હા પાડી હતી. શોએબને આ પહેલા મહેશ ભટ્ટે 'ગૈગસ્ટર' ને માટે સાઈન કરવા માંગતા હતા પણ ત્યારે વાત જામી નહોતી. કહેવાય છે કે આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના કેટલાક ક્રિકેટ ખેલાડીઓ નાનકડી ભૂમિકા ભજવશે.

Friday, December 14, 2007

રજનીકાંતની એનીમેશન ફિલ્મ



(સ્ત્રોત - વેબદુનિયા)


તમિલ ફિલ્મ ઉદ્યોગના સુલ્તાન રજનીકાંત આગામી ડિસેમ્બરમાં ઈતિહાસ રચવા માટે જઈ રહ્યાં છે તેમના પર એક એનીમેશન ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે.
ત્રિઆયામે સુલ્ધાન ધ વરિયાર એક્શન મસાલાથી ભરપૂર ફિલ્મ હશે જેમાં રજનીકાંતને એક પૌરાણિક પાત્રના રૂપમાં રજૂ કરવામાં આવશે.
ડિસેમ્બર 2008 માં રિલીઝ થનારી 9- મિનિટની આ ફિલ્મને તેમના આગામી જન્મદિવસ પર તેમની પુત્રી સૌંદર્ય રજનીકાંતને ભેટ સ્વરૂપે આપશે. ફિલ્મસ્ટારને કાલે જ આપના 57 મો જન્મદિવસ મનાવ્યો છે.
સૌંદર્યા દ્રારા નિર્દેશિત આ ફિલ્મમાં સંગીતકાર એ આર રહેમાન ગીતકાર વૈરામુત્તુ અને કલા નિર્દેશક થોટા થરાની સિવાય હોલીવુડના સ્ટંટ કલાકારોને પણ શામેલ કરવામાં આવશે.
રજનીકાંત સ્વયં આ ફિલ્મમાં પોતાના પાત્ર માટે ડબિંગ કરશે. ફિલ્મને તામિલ અંગ્રેજી હિન્દી અને તેલુગૂમાં રજૂ કરવામાં આવશે.