Thursday, December 20, 2007

16 વર્ષમાંજ બ્રિટનીની બહેન ગર્ભવતી


(ક‌ર્ટૅસી: વૅબ્ દુનિયા)
લોસએંજલસ(એજંસી) બ્રિટની સ્પિયર્સની બહેન પણ સમાચાર રહેવા માંગતી હોય તેમ તે પણ હવે ફકત 16 વર્ષની ઉંમરમાં જ ગર્ભવતી બની ગઇ છે. જમી સ્પીયર્સ નીકેલડેઓનના પ્રખ્યાત ટીવી શો ઝોય 101માં એક સ્કૂલગર્લનું પાત્ર ભજવી રહી છે. અને જમી હાલ ગર્ભવતી હોવાનુ બહાર આવ્યું છે. જમીના બાળકનો પિતા કેસી અલ્ડ્રીજ હોવાનું જણાવાયું છે જેની સાથે જમી છેલ્લા કેટલાય સમયથી ડેટિંગ કરી રહી હતી. બ્રીટીશ પોપ ગાયિકા બ્રિટની સ્પીયર્સ જેટલી ચર્ચાઓ અને વિવાદમાં સપડાયા કરે છે તેવું હવે તેની 16 વર્ષની બહેન જમી લેયન સ્પીયર્સ અંગે પણ જોવા મળી રહ્યું છે. ઘી કેબલ ચેનલે પોતાના સેલેબ્રીટી ગોસીપ મેગેઝીન ઓકેની ચોથી આવૃત્તિમાં જમી લેયન સ્પીયર્સ ગર્ભવતી હોવાના સમાચારની પુષ્ટિ આપી છે. નીકેલડેઓને આ બાબતે વધુમાં જણાવતાં કહ્યું કે અમે સૌ જમીના આ નિર્ણયની કદર કરીએ છીએ. અમે જાણીએ છીએ કે તેના અને તેના પરિવાર માટે આ ખૂબ કપરો સમય છે. જમી હાઈસ્કૂલની વિદ્યાર્થીની છે અને લ્યુસીઆનામાં રહે છે. જમી બિચાર હાલ સલાહ લે તો પણ કોની લે. તેની મોટી બહેન પણ તેના કોઈ કામની નથી કારણ કે બ્રીટની સ્પીયર્સની જીંદગી તો ખુલ્લા પુસ્તક જેવી છે. હાલમાં જ 26 વર્ષીય બ્રીટનીએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ બે બાળકોની કસ્ટડી પણ ગુમાવી દીધી છે.

No comments: