Monday, April 21, 2008

અજયની દરિયાદિલી


અજય દેવગનની ફિલ્મ 'યૂ,મી ઔર હમ' ફિલ્મના ઘણા ફિલ્મ સમીક્ષકોએ વખાણ કર્યા છે અને કેટલાય લોકોએ આ ફિલ્મ પસંદ પણ કરી છે. અજયે બધો શ્રેય પોતે લેવાને બદલે આમાં બધાને ભાગીદાર બનાવ્યા. તાજેતરમાં જ અજયે કહ્યુ કે ઈરોજ ઈંટરનેશનલ સહ નિર્માતા કુમાર મંગત, પ્રચારક પરાગ દેસાઈ અને પબ્લિસીટી ડિઝાઈનર રાહુલ નંદા 'યૂ મી ઔર હમ'ને નવી ઉંચાઈઓ પર લઈ ગયા. ખાસ કરીને તેમણે પરાગ દેસાઈના વખાણ કર્યા જેમણે છેલ્લા કેટલાક મહિનાથે સતત ફિલ્મ અને અજયને મીડિયામાં ચર્ચિત રાખ્યા. બોલીવુડમાં જ્યાં શ્રેય લેવાની હોડ મચે છે ત્યાં અજય જેવા કલાકારો પણ છે જે સફળતાના શ્રેયમાં એ લોકોને ભાગીદાર બનાવે છે જે પડદાં પાછળ છે.

No comments: